પીડા
પીડા
જો બની જાતી અહીં જીવનતણો આધાર પીડા,
ભાગવાની તો અહીંથી સાવ બારોબાર પીડા,
જિંદગી જીવી જવાશે, તેમને ગણકારતા નહિ,
આવવાની હોય જીવનમાં બની ઉપકાર પીડા,
એમ કાંઈ એ દુ:ખી કરતી રહે એવુંય ના હો !
જિંદગીનો તો બનીને આવતી શણગાર પીડા,
છે અહીં તેના રિવાજો પણ જુદા ને કાયદા પણ,
એટલે કયારેક આવી જાય મોભાદાર પીડા,
હોંશથી તેને વધાવી જે વધે આગળ સદાયે,
તેમની હિંમતનો હંમેશાં કરે સ્વીકાર પીડા.
