STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

ફૂલો ખીલ્યાં

ફૂલો ખીલ્યાં

1 min
387

કુદરત હરખાઈ ને ફૂલો ખીલ્યાં,

જોઈને માનવી ના મન મલક્યા,


જાણે કોઈ ફેરવી ઈશ્વરે જાદુઈ છડી,

આવી વસંત ને બાગે ફૂલો ખીલ્યાં,


છોડ્યો સૂરજે સોનેરી કિરણો નો ભારો,

અને આંગણે ફૂલો ખીલ્યાં,


મારા આંગણની કળી હસી,

અને ફૂલો ખીલ્યા,


આ થયું મારા ઘરે પરીનું આગમન ને,

ફૂલો ખીલ્યાં,


ઢોળાઇ ઈશ્વરના અલૌકિક ખડિયાની શાહી ને,

સુંદર ચિત્રો રચાયા,


જોઈને આ કળીના મન મલક્યા,

મહેકાવવા પૂરી ગુલશન ને,

આ ફૂલો ખીલ્યા,


ઉતરી ખુદાની રહેમત માનવ જગત પર,

અને આ ફૂલો હસ્યા,

ધરતી પર સ્વર્ગ રચવા,

 જાણે ! આ ફૂલો ખીલ્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy