નથી તો - તું માનવ ના બની શકે !
નથી તો - તું માનવ ના બની શકે !
જો સામે ભભૂકતી જીવન રાજનીએ,
હૈયું વલોવી હીબકા ભરતા ભાંડુ મારા !
થીજેલા ઠમ,
હૈયડામાં વાંસળી વગાડી,
હેતના દરવાજા ઉઘાડવાની છે તૈયારી ?
ઝૂરતા બે વીણા તારને,
સાંધવાની હિંમત છે તારામાં ?
નથી તો -
તું માનવ ના બની શકે !
મૃગજળ પીતા ઓષ્ઠે,
સહરાની રેત ભરેલા કોઠે;
સુધાસભર ચુંબન કરવાનું
દૈવત છે તારામાં ?
મધદરિયે ડૂબતા શ્વાસને
'હું છું તારો' એમ કહી -
ઉગારવાનું કૌવત છે તારામાં ?
નથી તો -
તું માનવ ના બની શકે !
