ખબર નથી કેમ ?
ખબર નથી કેમ ?
ખબર નથી કેમ,
તારી યાદ સતાવે અપાર,
તું આસપાસનો અહેસાસ,
નજરોને તારો ઇન્તજાર,
મનડું ઊડે તારી પાસ.
ખબર નથી કેમ..
ખબર નથી કેમ,
પગરવમાં રવ તારો,
વાણીમાં ટહુકો તારો,
કંગનમાં રણકાર તારો,
દિલમાં ધબકાર તારો,
ખબર નથી કેમ..
ખબર નથી કેમ..
હું ચાહું છું કે નહીં ?
હું વાટ જોવું કેમ ?
હું વાતો કરું કેમ ?
હું તડપુ છું કેમ ?
ખબર નથી કેમ.

