STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

હવે જામનગરમાં છું

હવે જામનગરમાં છું

1 min
428

મોજમાં છું મજામાં છું, હવે જામનગરમાં છું,

ન કોઈ રજામાં છું, હવે જામનગરમાં છું,


આવી ગયો પરત, આળોટી કુદરતના ખોળે,

નિજ ગૃહના છજામાં છું, હવે જામનગરમાં છું,


ફળ-ફૂલ-ડાળીઓ ઝાડનાં, રમાડતાં મન મારું,

દૂર થયાની લજ્જામાં છું, હવે જામનગરમાં છું,


અલગારી મારી દુનિયામાં ખૂબ છું આનંદમાં,

કયાં કોઈ સજામાં છું ? હવે જામનગરમાં છું,


આવી વિશાળ દુનિયામાં 'સાગર' હું નાનકડો,

નાનકડા પણ ગજામાં છું, હવે જામનગરમાં છું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy