STORYMIRROR

Vrajlal Sapovadia

Fantasy

4  

Vrajlal Sapovadia

Fantasy

સૂર્યગ્રહણ

સૂર્યગ્રહણ

1 min
326

ધખધખતો સુરજ જ્યાં દિવસે,

કરતો પૃથ્વીને પ્રકાશનું દાન,

વિચારતો ટચુકડો ચાંદ ટીખળ કરીને,

લાવવા પૃથ્વીની શાન.


રાતે ભરનિંદ સુવા દર અમાસે,

ચંદ્રને નિશાળમાં અપાતી રજા,

એક અમાસે ઉભો રહ્યો સૂર્યના રસ્તા,

વચ્ચે ટીખળ કરવા મજા.


ભર દિવસે ફેલાયો અંધકાર પૃથ્વી પર,

ઘડીભર થઇ ગઈ રાત,

જેવો હટ્યો ચંદ્ર રસ્તા વચ્ચેથી,

શરુ થઇ ગઈ સૂર્યગ્રહણની વાત.


ખગ્રાસ ગ્રહણે સંપૂર્ણ સૂર્યની ક્ષતિ,

જાણે દિવસે થઈ જાય રાત 

ખંડગ્રાસ ગ્રહણ જો ઝાંખો પડે,

અડધો સુરજ ચંદ્રને મારે લાત.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy