સ્મરી તો જો...!
સ્મરી તો જો...!
હરી લેશે તારા દુર્વિચારો, સદાશિવને સ્મરી તો જો.
જગ નહીં લાગે સાપભારો, સદાશિવને સ્મરી તો જો,
છે એ આશુતોષ માત્ર જળધારા થકી જે રીઝનારા,
સ્વયં તને કહી દેશે એ 'મારો' સદાશિવને સ્મરી તો જો.
નથી ત્યાં ભેદભાવ કશા પણ જીવમાત્રને આવકારે,
લગાવી ' મહાદેવ હર ' નારો, સદાશિવને સ્મરી તો જો.
પંચાક્ષરે પ્રસન્ન થનારા હરજી શિવ સદાય ભોળા છે,
વહાવી જો નૈનથી અશ્રુધારો, સદાશિવને સ્મરી તો જો.
અંતરયામી અવિનાશી એ મનની મુરાદ જાણનારા છે,
ભક્તને નારાજ થવાનો ન વારો, સદાશિવને સ્મરી તો જો.