રાધાકૃષ્ણ
રાધાકૃષ્ણ
બરસાનાનાં ભોમિયા મારા બ્રજભૂમિ નાં વાસી,
મોરલીયો સ્વર સૌમ્ય એવો કે ચહકે આંગણ અગાસી,
જોઇ લીલા ચળકે તારલા, રાતું ના પ્રવાસી,
આભનો આભલો ચાંદલો તગેડે અંધાર્યું અમાસી,
શ્યામની કોટીમાં ગુંથાતો દોરો રાધાના દલડાનો,
રાધાના પાલવની કોરે ચૈન ભટકે શ્યામ નાં મનડાનો,
ફૂલડાં કેરી ફોરમ રમે હવામાં ને થરકે અંગ તનડાનો,
હૈયામાં હોમાય ઝંખનાની યાદો, ખેલ છે આ મનડાનો,
ભૂમિના ધબકારા વધે રમઝટ જેમ જામે છે,
આંખલડી હસે રાધાની, કાન ને જેમ પામે છે,
પુરવ પશચમમાં ગાણું વાગે રે, રાધાકૃષ્ણ નાં નામે છે,
ગુલાલ ઉડે, શરણાયું વાજે, પ્રસંગ સર્જાયો ધામે છે,
રાસ રમે ગોપીયુ ગોવાળ હારે, હૈયું ઉજવે છે,
રાધા ને હવે વિરહ સહેજ પજવે છે,
જેમ હૃદય ફરી ધડકવા શ્વાસને તજવે છે,
એમ રાધાકૃષ્ણ પ્રેમમાં પાત્ર ભજવે છે