STORYMIRROR

Khushi Acharya

Others

2  

Khushi Acharya

Others

લોકશાહી

લોકશાહી

1 min
156

સમય નાં પાસા પડતાં આ સીયાસત નાં રૂખ બદલાયા કરે છે,

ક્યારેક રાષ્ટ્ર હિત માં તો ક્યારેક સેવાભાવે આ નેતાઓ વોટ માંગતા ફરે છે,


ગલી ગલી શહેર શહેર પાર્ટીનાં નારા ગુંજી ઉઠે છે,

બધે સફેદ ટોપીવાળા ટોપી પહેંરાવતા, દેશ લૂંટે છે,


આજે ગફ્લો તો કાલે બીજી સ્કીમની વાત સાંભળાવા મળે છે,

ત્યારેજ ટેબલ નીચેથી બક્ષિસ લેતા લોકો ને મજા માંણવા મળે છે,


વાયદા લાખ કરતા, ભાષણ માં લોકોની સો આશા પુરી જતા મળે છે,

ને ચૂંટણી બાદ એટલીજ સહજતાથિ માણસોનાં વિશ્વાસ સાથે રમતા મળે છે.


એટલેજ કહું છું ગરીબ, મિડલ ક્લાસ ને બધાં યુવાન માનવીઓ ને,

મત આપવો અધિકાર છે અને જવાબદારી છે દેશના પ્રતિ નાગરિકો ની 

પોતાની રાજાશાહી બચવા પહેલા લોકશાહી ને પૂરેપૂરી માણો,


આ સરકાર તમારી, તમારી માટે છે, અને તમારા થકી છે એ જાણો 

પીકનીક, કામ, હરવા ફરવા નું એક દિવસ મુકી

સરકાર સાચી ચુંટવી છે અમારે વગર અવસર ચૂકી !


Rate this content
Log in