STORYMIRROR

Khushi Acharya

Drama

3  

Khushi Acharya

Drama

મનનાં પતઝડ

મનનાં પતઝડ

1 min
217

મનનાં પતઝડ ને વેરી નાંખે એવાં વસંતનાં પગલાં પડ્યા,

ઝળહળતી રાત નાં તારા તૂટે એવાં રુબરુ અમે થયાં,


યાદો નાં દબાયેલા મનજર ખીલે એવાં મેઘ વરસ્યા,

ને ખાલીખમ પડેલા શરીરમાં જીવનાં અંશ મલ્યા,


જોગી આ મનના દ્વાર પર જાણે હેત નાં થાપા પડ્યા,

ઝનકારા મારતી મારી પાયલ ને સંગીત નાં સૂર મળ્યા,


સમયએ આપેલ ઘાવ પર આશાની રૂઝ લાવ્યા,

કે મારા મનમાં તહેવાર ઉજવાય એવાં રુબરુ અમે થયાં,


અક્ષૌનાં બાદબાકી સરવાળા બે પર આવી અટક્યા,

આંસુ નાં રેલા એ યાદો ની તસ્વીરો ને ધૂંધળા કર્યા,


મન મુકી ને આંખમાંથી પ્રેમ ને દુ:ખ એક બની વરસ્યા,

ઈશારામાં ફરીયાદ કરી ફરી યાદ આવે એવાં રુબરુ અમે થયાં ...


Rate this content
Log in

Similar gujarati poem from Drama