STORYMIRROR

Khushi Acharya

Drama

3  

Khushi Acharya

Drama

કેમ છું?

કેમ છું?

1 min
138

કેમ છું? કયાં છું? ખબર કાંઇ રહેતી નથી,

સંઘર્ષની રેખા કપાળ પરથી ભૂસાતી નથી,

ક્ષણે ક્ષણ વિતતા જાય પણ આશા પુરી જતા નથી,

મને સૂર્યનો તાપ અડકી જાય પણ કિરણ સ્પર્શતી નથી,


રાહી ભટકી રસ્તા શોધે કે મંઝિલ મળી જાય છે,

મારા નસીબનાં તારા લાખ મનઉ મુજથી રૂઠી જાય છે,

આંસુઓ મારાં હસ્તી આંખમાંથી વહી જાય છે,

કોને ખબર આ મુસ્કાન પાછળ દુઃખ રમત રમી જાય છે,


ચાલતા પડતાં રડતા દુ:ખતા આભાસ થઈ જાય છે,

હું એકલો ક્યારેય હતો નહીં વિશ્વાસ થઈ જાય છે,

છાંયડે ચાલતા જાણે હરી સાથે ચાલતા જાય છે,

તાપ પડે તેમજ મને તેડીને ચાલી જાય છે ,


હૂં ઋણી રહીશ તારો હંમેશા તારા પ્રેમ જેવી સંપત્તિ મારી પાસે ક્યાં,

જગનો પીતા છે તું તારા પાસે નઈ આવું તો આશરો લેવા જઈશ ક્યાં !


Rate this content
Log in

Similar gujarati poem from Drama