STORYMIRROR

Khushi Acharya

Drama

3  

Khushi Acharya

Drama

ખોરવાઈ ગયો

ખોરવાઈ ગયો

1 min
140

જોઈ પર્વત ની ઉદારતા ગભરાઈ ગયો જાણ,

રસ્તા નાં કાંકરા જોઇ અચકાઇ ગયો જાણે,


સફરની મુશ્કેલીઓ જોઇ ખોરવાઈ ગયો જાણે,

કે મંઝિલથી દૂર ફંગોળાઈ ગયો જાણે,


‌મનોબળનાં મારા સો ટુકડા થાય તે પહેલા,

વિશ્વાસ ની મારી જ્યોત પ્રગટાઈ મે વહેલા,

જિંદગી નાં પ્રશ્નો ક્યાં હોય છે સહેલા,

પણ તોય આ કઠીન પ્રશ્ન ઉકેલાઈ ગયો જાણે,


‌રાહત નાં મારા સપના આંખો મા ઝબકારા મારતા જાણે,

મોં ધોતા પાણીમાં વહી જતા જાણે,

ધૂળનાં નાના સમંદર ઉઠે અંતરમાં જાણે,

કે આંખોમાં શમણાંની ધાર વાગે જાણે,

‌પરિશ્રમથી મારી જિંદગીનાં અર્થ ને બચાવી લઈશ,

મારા સંકલ્પની તાકાતથી જગ જીતી લઈશ,

બસ જાત પર ભરોસો સખત કરી લઈશ,

કે જિંદગી ને મારા પર માન કરાવી દઈશ. 


Rate this content
Log in

Similar gujarati poem from Drama