STORYMIRROR

Khushi Acharya

Drama

3  

Khushi Acharya

Drama

તારો પ્રેમ

તારો પ્રેમ

1 min
427

તારો પ્રેમ બંધ ફૂલમાં સુગંધ છુપાઈ ને બેઠો છે,

 વસંત આવે નહી ત્યાં સુધીજ છેટો છે,

અંધારામાં જેમ ઉજાસ સંતાકૂકડી રમે છે

તેમ તારી કાળી આંખોમાં મારો ચહેરો છુપે છે.


પ્રેમ ને તો વિના શરત બસ અપાય જ છે,

આ ખજાનો લૂટાવવાથી ક્યાં ખૂટે જ છે.

તોલી ની આપીશ તો કિંમત લગાવાશે હવે,

શું લાગણી પર પણ રેટ લાગશે હવે?


ક્યાં શોધું આ તારી પ્રીતિ જે ઢંકાંઇ ગઇ છે,

ઊંડા તારા હૃદયમાં સમાઈ ગઈ છે,

ખોલી જો એક વાર અંતરનાં દરવાજા હવે,

વેરી લે આખરે તારા પ્રેમનાં રંગો બધે,


ને પછી તો ધરતી પર સ્વર્ગ તેં એવું રચાયું

કે સુંદર આનાથી વધીને ઠેકાણું નાં દેખાયું !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama