કોઈ મારુ ના થયું
કોઈ મારુ ના થયું
હું બધાની થઈ પણ કોઈ મારું ન થયું,
મારા અંતર નાં ભાગલા હારે હરકોઈ પુરું પડયું,
એ ખાલીપો ભરવા કોઈ પાછુ ન વળ્યું,
ખુટયો નહીં પ્રેમ હજી લૂટાવતા મન મળ્યું,
આ હૈયાનો હેલો સાંભળવા કોઈ ના રહ્યું,
પણ સૌની વાર્તા નું શીર્ષક જાણે મનમાં છપાઈ ગયું,
અઢળક હોવા છતાં મને અછત હોય એમ મળ્યું,
વસ્તુઓની સામે ભાવનાઓનું સાવ ખોબ્લૂ રહ્યું,
ભૂખી હતી હું પ્રેમની, શૂન્યથી મારુ તરભાણું ભર્યું,
ને ચિત્તનાં તળવામાંથી ઝરમર મનદુઃખ ઢળ્યું,
આંખો સામે મારુ વાહલું બીજાનુ વાહલું થયું,
ને પછી હૈયાનું તાતણુ નબળું થતું ગયું,
હું બધાની થઈ પણ કોઈ મારુ ન થયું
આશા સાથે વિસર્જિત થતું મારુ નિર્દોષપણું મળ્યું,
કેમ આજે પ્રેમમાં એકલતા નું અંશ જડ્યું?
હું ઘટતી ગઇ પણ કોઈ હાથ પસારતું ન મળ્યું !