STORYMIRROR

Khushi Acharya

Drama Romance

2  

Khushi Acharya

Drama Romance

પ્રયત્ન

પ્રયત્ન

2 mins
197

પ્રયત્નો ની પરેડ હવે હારી ગઇ છે, તને ભૂલવાની હોડ જ્યારથી જારી થઇ છે

વિચારોની વેલ માં બસ તુજ ગુંથાય છે, ને તને કોઈ બીજા સાથે જોઇ મન મારુ દુભાય છે,

રોકું છું જ્યારે આ દિલ ને તારા લવમાં પડતાં, ત્યારે ત્યારે આ દિલ ફ્રી ફોલ નાં લેસન દઇ જાય છે,

માંડ સમજાવું લગણીઓ ને કે આંખ મારી આંસુઓની હોળી રમી જાય છે.

ખબર નથી તને મારા દિલની વ્યથા તો ખોટુ તો ખોટુ પ્રેમ છે કહી તો જા,

તારા માટે તારાઓ ની ધરતી ને રંગીલું આસમાન સજાઇ દઉ બે પલ મારી સાથે રહી તો જા.

ગુસ્સાની ગરમાહટ સાવ પ્રેમની હૂંફ બની જાય છે, જ્યારે તુ ઘાયલ કરી એક માફી માંગી જાય છે,

સપના જોવું તો તારી સાથે સંસાર મંડાઈ જાય છે, ને ભાન આવે તો સપના તૂટવાનો અવાજ કાન બહેરા કરી જાય છે,


તને મળશે કોઈ રાજકુમારી એવું તું હંમેશા કહી જાય છે ને મને રાજકુમારી બનવાનાં શોખ ચઢી જાય છે,

તારી આંખોની અફીણી અને તારી અદા પર તો ફિદા થઇ જવાય છે, ને ક્યાંક રાત્રે મોડા તને યાદ કરતા હસી જવાય છે,

સુન્દર તો નથી પણ જોવું છું જ્યારે તને મારા મોં પર સરસ એક લાલી શોભી જાય છે,

સોનાની વસ્તુઓ મારો શૃંગાર નાં બને પણ તારા નામ નું કંકુ પાંથીએ પરોવવાની ઇચ્છા થઇ જાય છે,

તારી ચિંતા મા પલ પલ દુ:ખ માં વીતી જાય છે, તો ક્યાંક તુ થોડુ હસી દે તો મનને શાંતિ મળી જાય છે,

આશા ની જ્યોત ક્યારેક પાર પડી જાય છે જ્યારે તુ પણ ક્યારેક મને મીઠુ બોલી જાય છે,

પ્રતીક્ષા ની ઘડિઓ હજી વીતતી જાય છે, કે મારો કૃષ્ણ મને હજી રાધા બોલાવવામાં વાર કરી જાય છે.

મારી આત્મા ને મળવું છે તારા અંતરથી, કે મારુ સપનું છે કે તું આ ઈચ્છા પુરી કરી જાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama