STORYMIRROR

Khushi Acharya

Romance

4  

Khushi Acharya

Romance

તુ

તુ

1 min
532

તારી ગાઢ પાંપણ ને કાળા અક્ષૌ,

તારા કંકુ પગલાંથી દોરાતો નકશો,

પેલી ચમકીલી આંખોની પડતી નજરો

ને કેશમાં સુશોભિત સુગંધિત ગજરો. 


ચાલ ફડફડતિ ઉડાન જાણે વળાંક વારેવારે આણે,

સ્મિતમાં હોઠની હેલા કેરી લીલા જાણે,

વળી વળી ને ફરી માણે.


તારા સાદલાના રંગ ગગન માંગે,

ઇન્દ્રધનુષની નકશિ સજાવવા, 

બિંદુ માથે સુર્ય સમા સંકલ્પ જેવો લાગે,

લાલીનો વર્ણ સોહાવવા.


શું તારા રુદનની તીવ્ર અસર,

કે વાગે વીજળી ઉત્કટ એવી ?

તારા મનનાં સંગીતનો પ્રચંડ અમલ,

કે મલ્હાર લાવે વર્ષા ધીમી એવી.


સિંહણ સમી હિંમતને નીડરતાનો,

કુતુહલ રમે મુખ પર તેજીથી 

ઊંડી આત્મા સાથેની એની કિંમતી એવી,

સગાઈ ઉભરાય છે તેજીથી


લીલા નહીં લાલ ગાલ સાથે લૂંટે છે,

મારા દિલનો પ્રેમભાવ, 

શમણાં સમી સુંદરતા, કાલ સમો રહસ્ય,

અને શૂન્ય નો અભાવ.


શૃંગાર એનું કાજળ રઢિયાળી રાતનો,

તેજ મુખનું રવિનો પ્રકાશ, 

જમીનનો વર્ણ એજ તારો,

હૈયુ એનુ જાણે વિશાળ ખુલ્લું આકાશ.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Romance