STORYMIRROR

Khushi Acharya

Tragedy

3  

Khushi Acharya

Tragedy

કોણ છું?

કોણ છું?

1 min
511

કેમ છું? કયાં છું? ખબર કાંઇ રહેતી નથી,

સંઘર્ષની રેખા કપાળ પરથી ભૂંસાતી નથી,


ક્ષણે ક્ષણ વિતતા જાય પણ આશા પુરી જતા નથી,

મને સૂર્યનો તાપ અડકી જાય પણ કિરણ સ્પર્શતી નથી,


રાહી ભટકી રસ્તા શોધે કે મંઝિલ મળી જાય છે,

મારા નસીબનાં તારા લાખ મનઉ મુજથી રૂઠી જાય છે,


આંસુઓ મારાં હસતી આંખમાથી વહી જાય છે,

કોને ખબર આ મુસ્કાન પાછળ દુઃખ રમત રમી જાય છે,


ચાલતા પડતાં રડતા દુ:ખતા આભાસ થઈ જાય છે,

હું એકલો ક્યારેય હતો નહીં વિશ્વાસ થઈ જાય છે,


છાંયડે ચાલતા જાણે હરી સાથે ચાલતા જાય છે,

તાપ પડે તેમજ મને તેડીને ચાલી જાય છે,


હૂં ઋણી રહીશ તારો હમેશા તારા પ્રેમ જેવી સંપત્તિ મારી પાસે ક્યાં,

જગનો પિતા છે તું તારા પાસે નહીં આવુ તો આશરો લેવા જઈશ ક્યાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy