શિવ શંકરની જયકાર કરો
શિવ શંકરની જયકાર કરો
(છંદ : તોટક)
શિવ શંકરની જયકાર કરો,
ગિરજાપતિની જયકાર કરો…
શિવ શંકર૦...
ભૂતનાથ તણી, ભવનાથ તણી,
નટરાજ તણી જયકાર કરો…
નિલકંઠ તણી, વિષકંઠ તણી,
પરમેશ્વરની જયકાર કરો…
શિવ શંકર૦...
પશુનાથ તણી, શશિભાલ તણી,
ગણકાય તણી જયકાર કરો…
કરુણાનિધિ 'અર્જુન' નાથ તણી,
કમલેશ્વરની જયકાર કરો…
શિવ શંકર૦…