STORYMIRROR

Dr Sharad Trivedi

Fantasy

4  

Dr Sharad Trivedi

Fantasy

વિણેલાં મોતી

વિણેલાં મોતી

1 min
409

જેની ઇચ્છા હોય તે લેજો ગોતી,

અમે વેર્યા છે અહીં વીણેલાં મોતી,


અહીં વહે છે લાગણીમાં લથબથ સરિતા,

જુલ્ફો પ્રસરાવતી જાણે કો વનિતા,


ખળખળ સંભળાય કે પછી ઝળહળ દેખાય,

કાનને આંખ થઇ જાશે કવિતા,


અંતરમાં ઝળહળશે પ્રેમની જ્યોતિ,

અમે વેર્યા છે અહીં વિણેલાં મોતી,


અહીં પતંગિયાની જેમ તમે ઉડી શકો,

જે ગમે એને તમે ચૂમી શકો,


તમે હસી શકો, તમે રડી શકો,

શક્ય છે તમે પણ કો'ક ને ગમી શકો,


વાત સાચી છે સે'જ પણ નથી ખોટી,

અમે વેર્યા છે અહીં વિણેલાં મોતી,


રોજ હોય શરદપૂનમની રાત,

હૈયાની હૈયાથી હોય મુલાકાત,

શબ્દો ઓછાં પડે, અર્થ જ્યાં ખોટા પડે,

એવા માનવની કરવી છે વાત,


જેની ઇચ્છા હોય તે લેજો ગોતી,

અમે વેર્યા છે અહીં વીણેલા મોતી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy