STORYMIRROR

Dr Sharad Trivedi

Romance

4  

Dr Sharad Trivedi

Romance

મને પ્રેમ કર

મને પ્રેમ કર

1 min
278

બંધન બધા તોડી, મને પ્રેમ કર

આ હું પણું છોડી, મને પ્રેમ કર,


ના ચાલશે મોધમ ઈશારા હવે

સઘળા ભરમ ફોડી, મને પ્રેમ કર,


ના રાખ મર્યાદા, અમર્યાદ થા

દે ચુંબનો ચોડી, મને પ્રેમ કર,


તોફાન પણ હારી જશે ઓ ખુદા

લે હાંક તું હોડી, મને પ્રેમ કર,


નખશિખ તને જ હું સમર્પિત શરદ

આખું જગત છોડી, મને પ્રેમ કર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance