છું ઝળહળ
છું ઝળહળ
રોજ એક શખ્સને મળું છું;
તે છતાં કયાં કશું કળું છું.
આમ તો નિષ્પક્ષ છું તો પણ;
કેમ એના તરફ ઢળું છું.
શબ્દ છું કે નસીબ તારું;
લે ગઝલ થૈ તને ફળું છું.
જો બધા દર્દ દૂર થાશે;
પ્રેમ નામે ગોળી ગળું છું.
સૂર્ય છું એટલે છું ઝળહળ;
ભીતરે કેટલું બળું છું.