હું અને તું
હું અને તું
હું અને તું એકાંતમાં મળ્યાને
ને એક મોટો ગુનો બની ગયો!
સમાજ નામના ન્યાયાધીશની કોર્ટમાં કેસ ચાલ્યો,
ને
મને અને તને એકબીજાને નહીં મળવાની સજા ફરમાવાઇ, આપણે એનું ઉલ્લંઘન કર્યું,
તને નજર કેદ કરી લેવામાં આવી,
એ રીતે એમણે મને મૃત્યુ દંડ ફટકાર્યો!