STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

તને આદત છે

તને આદત છે

1 min
403

પતંગિયાની જેમ સ્ફૂર્તિલું તારું બદન,

પતંગિયાની જેમ દોટમ દોટ કરવાની તને આદત છે.


ઝરણા જેવી માસૂમ અને નિર્દોષ છે તું,

ઝરણાની જેમ સદા વહેવાની તને આદત છે.


ફૂલ જેવી કોમળ અને સુંવાળી છે તું,

ફૂલની જેમ મહેકવાની તને આદત છે.


પૂનમના ચાંદ જેવી રૂપાળી અને શીતળ છે તું,

પૂનમના ચાંદની જેમ ઉજાસ ફેલાવવાની તને આદત છે.


પહેલા વરસાદની જેમ નટખટ અને શીતળ છે તું,

મારા હૈયાની ધરાને હરિયાળી બનાવવાની તને આદત છે.


હું મુંઝાવ છું ક્યારેક જિંદગીની રાહમાં,

તો મને ખુશ કરવા નવી નવી રીતો અપનાવવાની તને આદત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy