મહેંદીનો રંગ ખીલી જાય
મહેંદીનો રંગ ખીલી જાય
આગમન થાય બાગે તારું અને આ ફૂલો હરખાય,
આ સુંગંધ એની ચારે કોર પ્રસરાય.
આ તને જોઈ હવા પણ મહેકી જાય,
આ ભમરા જોને ફૂલની પ્રીતમાં પાગલ થાય.
આ તારા સ્પર્શે ફૂલોનું મો મલકી જાય,
આ ભ્રમર તો ઈર્ષ્યાથી બળી જાય.
આ પાગલ હવા છેડે તારા પાલવ ને,
આ હવાના સ્પર્શે તારો આ પાલવ લહેરાય.
તું હસે ત્યારે આ કળીઓ ખીલી જાય,
તારા આગમને આ બાગ વૈભવશાળી થાય.
હૈયું મારું ધડકે તારા આગમને,
આ હાથની મહેંદીનો રંગ પણ ખીલી જાય.

