આંખ
આંખ
વાણી નથી પણ એક વાત છે
આંખોમાં એક રાઝ છે,
છૂપાયેલું છે ઘણું રહસ્ય
આંખોમાં કંઈક ખાસ છે,
ઈશારા તો આંગળીઓથી થતા
આંખોના ઈશારા કંઈક ખાસ છે,
ભાષા સમજમાં ના આવે પણ
આંખોની ભાષા કંઈક ખાસ છે
કંઈક નયનો મળ્યા એક સાથે
જીવનભરનો એવો સાથ છે,
દુઃખદર્દ આવે છે જીવનમાં ત્યારે
આંખો પણ ભીંજાવાની વાત છે,
ઘણા રહસ્યો હશે દિલમાં
પણ આંખોમાં ચમક ખાસ છે.
