STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

તું હસે તો ફૂલો હરખાય

તું હસે તો ફૂલો હરખાય

1 min
248

તું હસે તો આ ફૂલો હરખાય,

આ ભ્રમરનું પણ મો મલકાય,


આ ખીલ્યો ચાંદ તારા આગમને,

આ સિતારાઓ ઝગમગ થાય,


મોસમ મહેકે તારા આગમને,

જોને આ બાગે વૈભવ પથરાય,


તારી નજર ઝૂકે તો સાંજ ઢળે,

સિતારાઓ પણ શરમાઈ જાય,


તારા આગમને મારું હૈયું ધડકે,

આ મારો શ્વાસ પણ મ્હેકી જાય,


હોઠ મારા ચૂપ થયા તને જોઈ,

મારી આંખો કેટલુંય કહી જાય,


તમસ ગયો અને ઉજાસ થયો,

તારા આગમને મનડું ઝૂમી જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Romance