STORYMIRROR

Niky Malay

Fantasy

4  

Niky Malay

Fantasy

લાઈક

લાઈક

1 min
213

લાઈક સાથે જકડાયેલી એક સ્ટાઇલ,

ગમતું મળે તો થઈ જાય છે લાઈક.


આંખોમાંથી દિલમાં ઉતરવાની સ્ટાઇલ,

હૃદયની આંખો સાંભળે તો થાય છે લાઈક.


પાવભાજીના ચસ્કાની સ્ટાઈલ,

શાકભાજીના ભાવ વધે તો થાય છે લાઈક.


કપડાના મોલની સ્ટાઈલ,

ડિસ્કાઉન્ટ મળે તો થાય છે લાઈક.


શેરબજારના નકામા શેરની સ્ટાઇલ,

ઉછળે તો બની જાય છે લાઈક.


બાઈક ઉપર સ્ટંટ કરવાની સ્ટાઈલ,

જીવ જાય તો પણ થાય છે લાઈક.


મેગી, પાસ્તા અને પીઝાની સ્ટાઇલ,

સ્થૂળ બનાવે તો પણ તે થાય છે લાઈક.


જોડાયેલી જીવનની, જિંદગીની સ્ટાઈલ,

સુખ દુઃખના મોજમાં થાય છે લાઈક.


ઇન્સ્ટા, મોજ અને ટ્વીટરની સ્ટાઈલ

દરેક નખરામાં થઈ જાય છે લાઈક.


લાઈફની ફરિયાદોની સ્ટાઇલ,

નસીબથી પણ કરી દો એક લાઈક.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy