STORYMIRROR

divya dedhia

Fantasy Inspirational Others

4  

divya dedhia

Fantasy Inspirational Others

ત્રાજવું

ત્રાજવું

1 min
256

ન્યાયના સિદ્ધાંતને ના છોડવું,

સોય સીધી રાખતું એ ત્રાજવું,


શીખ પલડા વજનિયાંને આપતું,

આત્મશ્લાઘામાં ના ક્યારે રાચવું,


ઊંચનીચું માપતાં સંસારમાં,

લોભ લાલચને સમયસર ત્યાગવું,


કોણ ભારે કોણ હલકું ભેદથી,

હોડ માંડી જિંદગીથી હાંફવું,


વાત ખોટી કે ખરી સમજાવવી,

મૌનને ભૂલો ગણી નહીં તોલવું,


‘દિવ્ય’ પરિમાણો જગત કેરા જુદા,

છે ઘણું અઘરું સકલને માપવું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy