કિંમત જિંદગીની
કિંમત જિંદગીની
જોડવા બે છેડલાને બાંધવું છે પૂલ જો.
રેત નકરીથી જ બંધાશે,કરો ના ભૂલ જો.
પાર પહોંચી ગ્યા પછી શું થાય કોઈ ધર્મ પણ ?
વાગતું માથે જ ડમરુ ક્યાં મળે ત્રિશૂલ જો.
દેખવામાં આવતુંના ફળ મળેલાં પુણ્યનું
ઝૂમખા ઝાડે નિહાળી તોડવા મશગૂલ જો
રોજ વાંચી ગ્રંથ ઉપદેશો બધાને આપવા
દંભ દિલમાં ગોપવીને અર્થ એપ્રિલ ફૂલ જો
પ્રાર્થના શ્રદ્ધા ભરેલી કર્મ જાળાં તોડશે
‘દિવ્ય’ કિંમત જિંદગીની તો જ થાશે વસૂલ જો
