STORYMIRROR

divya dedhia

Others

4  

divya dedhia

Others

ગઝલ

ગઝલ

1 min
671

માંગતા મળતો નથી હિસાબ કોઈ કર્મનો,

શબ્દ વાગે તીર જેવા કામ શું એ અર્થનો.


જિંદગી આખી વિતાવી શોધવામાં સત્યને,

હાથ ના લાગી જ ચાવી કે ખુલાસો તર્કનો.


ધડકનો મથતી રહી બસ તાગ દિલનો પામવા,

ઊંહકારો શ્વાસમાં શમતો ગયો એ દર્દનો.


રાસ રમવા ઘેલી રાધા કાન સંગે ઝૂમતી,

વાંસળીતો રાહ જોતી ટેરવાના સ્પર્શનો.


સ્નેહથી રહેવું સદા મંત્ર રહે જો સર્વનો,

‘દિવ્ય’ જીવનમાં ભળે તો રાગ માનવ ધર્મનો.


સામગ્રીને રેટ આપો
લોગિન