ગોતું છું
ગોતું છું
રહું છું ક્યાં જગતમાં, ગામ ગોતું છું,
હો પંચામૃત એવો જામ ગોતું છું,
મળે કાંટા, દુ:ખો હો કારમા સહેવા,
કરે સઘળું સહન એ ચામ ગોતું છું,
લડે સંસારમાં પગ પગ અડગતાથી,
સહી પીડા શકે એ હામ ગોતું છું,
ગુના કરતી રહું છું ડર વિના હર પલ,
પ્રભુ હું નિત નવા ઈલ્ઝામ ગોતું છું,
સગા વ્હાલાં બધાથી લાગણી ચાહું,
દરદ આપે નહીં એ ડામ ગોતું છું,
લખું છું ’દિવ્ય’ પૃષ્ઠો જિંદગીનાં હું,
સફર ખૂટશે, સુખદ અંજામ ગોતું છું.
