રવિ આશ્વસ્ત છે
રવિ આશ્વસ્ત છે
સાંજ સુંદર છે વળી સુર્યાસ્ત છે,
સૂર્યની આંખો તો વિષાદગ્રસ્ત છે.
પાદરે વનરાઈ ઝૂમે બ્હારમાં,
ને હવા સંગીતમાં મદમસ્ત છે.
શાંત પંખીઓ તણો કલશોર છે,
આભ પ્રકૃતિ મિલનમાં મસ્ત છે.
ચાંદની તો થનગને છે ખીલવા,
ને ગગન સ્વાગત સજ્જામાં વ્યસ્ત છે.
આંગળીઓ થઈ દિવાની પ્રેમમાં,
ચૂમવા આતુર શશીના હસ્ત છે.
કાલ મારી આવશે એ આશમાં,
‘દિવ્ય’મનમાંહી રવિ આશ્વસ્ત છે.
