STORYMIRROR

divya dedhia

Abstract Fantasy Inspirational

3  

divya dedhia

Abstract Fantasy Inspirational

ઉષા જ રંગોને

ઉષા જ રંગોને

1 min
186

રચે પ્રકૃતિ આનંદે તરંગોને,

કરે જીવંત ખુશનુમા પ્રસંગોને,


જતો અંધાર શ્વેતલ તેજ પ્રસરે છે,

પરોઢે પાથરે ઉષા જ રંગોને,


પવન લ્હેરો ગુલાબી વાય મદમાતી,

ધરા ખુદ સંગ રમવા કહે વિહંગોને,


કળી ફૂલો બની ખીલે ચમન મ્હેકે,

ભ્રમર ગૂંજન કરી ભરતાં ઉમંગોને,


અધીરા શબ્દ આતુર છે ગઝલ બનવા,

કલમથી ’દિવ્ય’ ખોલે દિલ સુરંગોને.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract