વીત્યો સમય ના આવશે
વીત્યો સમય ના આવશે
જે સમય વીત્યો મળ્યો એ, પ્રભુનો પ્રસાદ જાણે,
જાય દિવસો વીતતા, એકેક થાતું બાદ જાણે,
ટોપલા ઈચ્છા તણાં, ભર્યા એ ખાલી થાય ક્યાં છે,
શ્રેષ્ઠ શોધી મન મનાવી, શોધવું જ લવાદ જાણે,
આજ વીત્યો જે સમય, ના આવશે પાછો ફરીને,
તક મળી નવ વર્ષની તો, રાખના વિષાદ જાણે,
જાય છે બાવીસ પણ, ત્રેવીસના ઓવારણા લઈ,
વિશ્વમાં શાંતિ અને સુખ જ, રહે નિર્વિવાદ જાણે,
‘દિવ્ય’ આ સારા અને, નરસા તણો સરવાળો છોડી,
સાંજ ઢળશે દુઃખ તણી, શમણેય ના કર યાદ જાણે.
