અરજી હું કરું
અરજી હું કરું
જિંદગીની નાવ પ્રભુ તુજ ચરણમાં હું ધરું !
પાર પ્હોંચે એ કિનારે એ જ અરજી હું કરું !
છૂટતાં નાં રાગ દ્વેષો મોહ માંહી રાચવું,
ભાર લાગે તુજ રટણ સંસાર ફેરા હું ફરું !
ના ગમે તવ નામ લેવું મૌન ક્યાં રે’વાય છે,
પ્રાર્થના છોડી વિભૂ પર નિંદ પ્યાલી હું ભરું,
અંધશ્રદ્ધાના વમળ ઘેરી વળ્યા છે ચોતરફ,
પીડ મોજાઓ શમાવો સાત સાગર હું તરું,
ખેપ માનવ ભવ તણી એળે જરી પણ જાય ના,
યાચના જિનવર સુણોને ‘દિવ્ય’ ખોળો પાથરું.
