STORYMIRROR

divya dedhia

Fantasy Inspirational Others

3  

divya dedhia

Fantasy Inspirational Others

મા

મા

1 min
151

શીખ ઉત્તમ આપતો એવો અમૂલ્ય ગ્રંથ છે મા,

પ્રાર્થના કે ગીત શીખવતો મનહર છંદ છે મા,


પાનખર મજબૂર થઈને નીકળે પગલે જ પાછી,

બાળકોની જિંદગીમાં ફોરતી બસ વસંત છે મા,


છાંયડી આપી સદા સંતાનનું ઈચ્છે ભલું એ,

વીરડી મમતા તણી યાદો મહીં જીવંત છે મા,


પૂર્ણ નિર્મળ પ્રેમ મૂરત ઘૂઘવે જ્યાં વ્હાલ સાગર,

પાર મઝધારે કરાવે શાંત ચિત્ત અનંત છે મા,


સરળતા સ્વભાવની વાત્સલ્ય મીઠું ઝરણ

જે,

પ્હાડ સુખ-દુ:ખના ચડે ધીરજ, શ્રદ્ધા ને ખંત છે મા,


ના લગીરે સ્વાર્થ જે પરિવારના મણકા પરોવે,

છોડવાનું શીખવે એ’દિવ્ય’ત્યાગી સંત છે મા.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy