"તું તો જાણે અપ્સરા લાગે!"
"તું તો જાણે અપ્સરા લાગે!"
કેવી ફુરસદની પળોમાં ઘડી હશે તને ઈશ્વરે !
તારું આ મનમોહક મુખડું જાણે પૂનમનો ચમકતો ચાંદ લાગે !
આ તારો માસૂમિયત ભરેલો ગુલાબી ચહેરો,
જાણે સવારની ચમકતી લાલી જેવો લાગે !
તું એક નજર નાખે તો ઘાયલ થઈ જાય સૌ,
તારા નશીલા નયન તો જાણે ધારદાર તલવાર લાગે !
મેનકા જેવું આકર્ષક રૂપ તારું ખેંચાઈ આવે બધા તારી તરફ,
તારું અદ્ભૂત રૂપ તો જાણે કોઈ ચુંબક લાગે !
તારી વાણીથી થઈ જાય છે બધા મંત્રમુગ્ધ,
તારો સ્વર તો જાણે કોઈ કોયલનો ટહુકાર લાગે !
તારા ઝાંઝરના ઝણકારે ઊડી જાય ઊંઘ સૌની,
તારી ઝાંઝરનો ઝણકાર જાણે તાનસેનનાં અદ્ભૂત સંગીત જેવો લાગે !
તું હસે તો બાગના ફૂલો ખીલી જાય સઘળા,
તારું સ્મિત તો જાણે નવી ઉગેલી કોમળ કૂંપળ જેવું લાગે !
તારા ઘનઘોર ઘટા જેવા કેશ જોઈ પાગલ થાય સૌ,
આ તારા ઘાટા કેશ તો જાણે કોઈ કાળી ભમ્મર વાદળી જેવા લાગે !
ધરા પર તારી સરખામણી કેવી રીતે કરું ?
તું તો જાણે સ્વર્ગથી ઉતરેલી અપ્સરા જેવી લાગે !
