કવિતા સરવાણી
કવિતા સરવાણી
સર્જક તો વિસર્જક થતો જાય છે,
એજ ભાવ શબ્દાકંન થતું જાય છે.
મોસમ પણ વહે પકૃતમા પરમ બની,
એજ લયમાં લહેરાતું એ વાય છે.
માણસ શું વહે વાણા બનીને સંગી,
શમણામાં સપના સરીને ભરી જાય છે.
વ્હાલી કવિતા આમ સરવાણી બની,
કવીનાભાવ ને સમજાતા જાય છે.
મનરવ કવિતાઓ વહે શુન્ય બનીને,
તનરવ થઈ પણ રહેળાતુ જાય છે.
