જુરાપો ગીત
જુરાપો ગીત
અમે તો ઝુલતા રહેશુ તમ યાદમાં,
વહેતી પલમા વહી જાશુ ,
સ્મરણ બનીને મળતા રહેશું,
ઝાંઝવાના જળમાં તૃષા બની છીપી જાશું.
વિરહની એરણે રોજ ટીપાશુ,
ધડાઈ ઘાટે મન મોહી જાશું .
પ્રકૃતિના બાગમાં ખિલી ને,
ત્તરણાની ઓથમાં સંતાઈ જાશું .
કદીક તો કહેશો કોઈ શબ્દ તો .
શબ્દના સાર માં ભાવે મળી જાશું .
કવિ મનજીભાઈ કાળુ ભાઈ મનરવ
