નમાયો
નમાયો
જીવન જરી જ જંપાયો છું,
જ્યાં જુઓ ત્યાં હંફાયો છું.
આમ જુવો ત્યાં ઊભા હતા વન,
આ વેરાન બની ઝુલે છે તન.
કળી કળી કણ કસાયો છું.
સ્વ ની પીડાય સ્વને જ પોસાય,,
છતાં સહુ માં જ ચોમેર વસાય.
પીડી ફસીય ફસાયો છું.
વીરહથી જ વસતા મિલન વીણ,
સ્મરણે જુવો તો સળગતી મીણ.
કાઢી કૂંપળ લચાયો છું.
કવિતા માં શું હોય છે મનરવ,
શબ્દ શણગાર હોય છે તનરવ.
સફળ નિષ્ફળ જ નમાયો છું.
