Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Niky Malay

Fantasy

4.8  

Niky Malay

Fantasy

આગળ શું થશે ?

આગળ શું થશે ?

1 min
355


તમે ક્યારેય વિચાર્યું છે ?

નોકરીની તલાશમાં ભટકતો યુવાન,

બેકાર રખડીને નાસીપાસ થાય તો,

તેનું આગળ શું થશે ?


 તમે ક્યારેય વિચાર્યું છે ?

 ડોરબેલ મદદની વાગે ને,

દરવાજો આપણો બંધ થાય,

 એ નિ:સહાયનું આગળ શું થશે ?


તમે ક્યારેય વિચાર્યું છે ?

આકાશ સામે મીંટ માંડીને,

તમારા મનમાં કોઈ વિચાર જ ન રહે તો,

તમારા મનનું આગળ શું થશે ?


તમે ક્યારેય વિચાર્યું છે ?

દીકરીને ભણાવવાના કોડ,

જો કર્જ ન ઉતરે મોલનું તો,

એ બાપના સ્વપ્નાનું આગળ શું થશે ?


તમે ક્યારેય વિચાર્યું છે ?

તમે ધરતી પર રહો ને,

ચંદ્ર ઉપરથી ફોન આવે તો,

એવા રહસ્યથી તમારુ આગળ શું થશે ?


તમે ક્યારેય વિચાર્યું છે ?

તમે મને વાંચો છો, ને એ વંચાયેલા શબ્દોથી,

શબ્દોનું આગળ શું થશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy