STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

પરદેશી ઘરે આવ્યા આખરે

પરદેશી ઘરે આવ્યા આખરે

1 min
301

જેની વર્ષોથી ઝંખના હતી એ ઘરે આવ્યા આખરે,

ખુશીઓનો ખજાનો સાથ લાવ્યા આખરે,


હૈયાના આંગણે વાવેલો પ્રેમનો છોડ,

કેટલીય મહેનત પછી ફાલ્યો આખરે,


પળ પળ તડપતા હતા જેના માટે,

શીતલ જલ બનીને આવ્યા આખરે,


વિરહમાં તપતી હૈયાની ધરા ને,

તૃપ્ત કરવા આખું વાદળ લાવ્યા આખરે,


પળ પળ જેના માટે પ્રાર્થના કરી ઈશ્વર પાસે,

મારી પ્રાર્થનાનો જવાબ બની આવ્યા આખરે,


બની ગઈ હતી બંજર આ હૈયાની ધરતી,

વસંત બહાર લઈને એ આવ્યા આખરે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance