STORYMIRROR

Niky Malay

Fantasy

4  

Niky Malay

Fantasy

કોન્ટ્રાક્ટ

કોન્ટ્રાક્ટ

1 min
381

હૃદયની લાગણી સાથે જોડાયેલો,

જીવનનો કોન્ટ્રાક્ટ.


એકવાર જુઓ તો ખરાં !

એ સિગ્નેચર પર થયેલા કોન્ટ્રાક્ટ .


પવનની પાંખડીએ ઉડીને,

પોતાના અહેસાસ કોન્ટ્રાક્ટ.


લાગણીથી ભરેલા સમંદરમાં,

ડુબકી મારવાનો કોન્ટ્રાક્ટ.


અણ દીઠેલ, મસ્તીભર ભોમ,

ભીતરમાં સમાવવાનો કોન્ટ્રાક્ટ.


શ્વાસ સાથે ચણાયેલ,

વિશ્વાસનો એક કોન્ટ્રાક્ટ.


ભરી લવ માટીની સુગંધ શ્વાસમાં,

બનાવું એક નામની દિવાલનો કોન્ટ્રાક્ટ.


મનના રસ્તાને દિલ સુધી,

પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ.


હૃદયના દ્વાર પાસે ઉભો પેન લઈને,

સિગ્નેચર મારા છે, ને તમારો કોન્ટ્રાક્ટ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy