STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

ભીતરને મહેકાવી દીધી તમે

ભીતરને મહેકાવી દીધી તમે

1 min
331

પાનખરને વસંતમાં પલટાવી દીધી તમે,

મારી ભીતરને મહેકાવી દીધી તમે.


ખુશીઓ આવી ગઈ મારા હૈયાને દ્વાર,

મારી ઉદાસીને ભગાવી દીધી તમે.


આનંદના ઉજાસથી પ્રકાશિત થયું હૈયું,

રોમેરોમમાં નવી આશા જગાવી દીધી તમે.


જન્નતની ઘણી ઝંખના હતી મારા હૈયે,

પ્રેમમાં જન્નતનો અહેસાસ કરાવી દીધો તમે.


જે ખુશીઓની શોધમાં ભટકતી હતી,

તે ખુશીઓ હાથમાં થમાવી દીધી તમે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy