STORYMIRROR

Niky Malay

Fantasy

4  

Niky Malay

Fantasy

મોબાઈલ

મોબાઈલ

1 min
278

જીવન સફર અવિરત આપણી જોડી,  

મારી દુનિયા સાવ લાગણી વગરની,

પણ તારા પ્રેમની લાગણી ધોધ અનહદ.


ઝડપની ગતિએ ચાલતી આપણી જોડી,

મારો પ્રેમ તારી માટે નેટવર્ક પૂરતો જ,

તો પણ તારા હૃદય પર હું બિરાજમાન અનહદ. 


વેગ સાથે બંધાયેલી આપણી જોડી,

ખરા સમય પર તૂટતો મારો સાથ,

છતાં પણ તારો અણનમ પ્રેમ અનહદ.


સાથ કદી ના છૂટે એવી આપણી જોડી,

સાવ જુઠાણી છે, મારી દુનિયા તારા માટે 

પણ તારી સાચવણી મારા માટે અનહદ.


જીવ અને જોખમની આપણી જોડી,

મારો શ્વાસ બેટરી અને ચાર્જ પર

છતાં પણ તારો વિશ્વાસ અનહદ. 


જન્મથી મરણ સુધીના સાથની આપણી જોડી,

હું જીવું છું ફક્ત રિચાર્જ પર,

તો પણ તારી અનલિમિટેડ વફાદારી અનહદ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy