લઈ આવ્યા
લઈ આવ્યા
અમે માગ્યું પાણીમાં ખીલતું કમળ,
ને એ મહેકતું ગુલાબ લઈ આવ્યા.
અમે માગ્યો રોશનીનો એક કતરો,
ને એ તો આખો આફતાબ લઈ આવ્યા.
અમે તો કર્યો હતો એક માત્ર સવાલ,
તે તો દરેક બાબતનો જવાબ લઈ આવ્યા.
તમે યાદ નથી કરતા એવો કટાક્ષ કર્યો અમે,
તો એતો યાદ કર્યાની પળેપળનો હિસાબ લઈ આવ્યા.
અમે તો થોડા શબ્દોની ભેંટ ધરી હતી એમને,
એતો અમારા માટે કવિનો ખિતાબ લઈ આવ્યા.
અમે તો પ્રેમ વિશે પૂછ્યો હતો થોડો અભિપ્રાય,
એતો નામે કરવા અમારે, એની જીવન કિતાબ લઈ આવ્યા.
અમે તો માગ્યો હતો એક સિતારો,
એતો આંખો આફતાબ લઈ આવ્યા.

