વાર્તા
વાર્તા
અવનવા તરંગો ને અવનવા રંગો,
વાંચો ત્યારે ઉદ્ભવે ઉમંગો,
આત્મકથાના વર્ણનો,
વણાયેલી જિંદગીના છે વલયો,
આપે અનેરો રંગ,
જગાડે વાંચવાનો ઉમંગ,
ટૂંકી વાર્તાનો ટૂંક સાર,
આપે જીવનનો સાર,
રસથી ભરપૂર રંગો,
વાંચનમાં ઉભરાઈ ઉમંગો,
લઘુ નવલની લયથાળ,
આનંદ વાંચન રસથાળ,
નવલિકાનો નવો રંગ,
મનમાં ઉદભવે અનેક ઉમંગ,
નવલિકા વિહારમાં,
વણાયેલા વિચારોની હારમાળ,
નવલકથાનો અનેરો રંગ,
ઉત્સાહ જગાડે તમારો ઉમંગ,
વાંચતા ન ખૂટે તેની વિભૂતિ,
એવા દરેક પાત્રની સ્મૃતિ,
વાર્તાનું સ્વરૂપ છે કલામય,
કલમ લેખનની કલાકૃતિ,
લખો તો તરબોળ,
વાંચો તો રસપ્રદ,
દરેક સ્વરૂપની કહાની.
