ફૂલ જેવું
ફૂલ જેવું
તું હસી દેને જરી તો ફૂલ જેવું,
ઝૂમશે આવી પરી તો ફૂલ જેવું !
એક અફવા ચાલતી'તી ત્યાંય એવી,
વીજળી બોલી ખરી તો ફૂલ જેવું !
ભૂખ એની પણ હશે મઘમઘતી કેવી !
ગાય વગડામાં ચરી તો ફૂલ જેવું !
વાદળે પણ જાદુ ફેલાવ્યો હશે શો ?
મોર-મન નાચ્યું ફરી તો ફૂલ જેવું !
આકરી મે'નત કરી, ત્યારે ન આવી !
આ ગઝલ મનને વરી તો ફૂલ જેવું !
