STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

તો મજા આવે

તો મજા આવે

1 min
639

ઊગે સપનાંનાં ઝાડ તો મજા આવે !

હવાની જાણું નાડ તો મજા આવે !


કરી લેવો છે પ્રેમ ને ડરી ભાગું,

રહે નહિ બીકણ હાડ તો મજા આવે !


લડાઈ જામે શબ્દ-શબ્દ વચ્ચેની,

પડાવી નાખું રાડ તો મજા આવે !


કરી શબ્દોની સાધના બનું ભૂવો,

કરું સૌમાં વળગાડ તો મજા આવે !


હવે ‘સાગર’ હું તો બનીશ લૂંટારો,

ગઝલ પર પાડું ધાડ તો મજા આવે !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy