નવરાત્રી
નવરાત્રી
હૈયામાં થનગનાટ અનેરો ઉભરાય છે,
નોરતાની રાતે રાસ રમવા લલચાય છે,
રાધા બનીને જો હરખાવુું કેવી સાહેબા,
કાન્હા જોવુ તારી વાટ હૃદય ઝુરાય છે,
પગે ઝાંઝર ઝણકારને નવરંગ ઓઢણી,
ભાતીગળ ચોલીમાં યૌવન મલકાય છે,
ડાંડીયા, ટ્ટીપણી, તાળીના સૂર સંભાળી,
ગરબે ધૂમવા ગુજરાતણ અકળાય છે,
સાંજ અનોખા ઉત્સવની ગરીમા સાચવી
અલબેલી નવરાત્રીનો મહીમા ગવાય છે.
